ભવિષ્ય કોઈ જાણી નથી શકતું પણ ઘણીવાર Astrologers (જ્યોતિષીઓને) હાથ પરની રેખાઓ જોઈને ભવિષ્ય કહેતા જોયા હશે. પણ શું તમે જાણો છો કે વ્યક્તિની જન્મ તારીખથી પણ તેના કરિયર અને રોજગાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો જાણી શકાય છે. વાત એમ છે કે વ્યક્તિની Birthdate Kundali (જન્મતારીખ કુંડળી) માં ગ્રહોની સ્થિતિ દર્શાવે છે અને તેમાંથી વ્યક્તિ તેની કાર્યક્ષમતા અને કારકિર્દી માટે વધુ સારા વિકલ્પો જોઈ શકે છે.
Numerology (અંકશાસ્ત્ર) અનુસાર, અંકો આપણા જીવન પર ખૂબ જ ઊંડી અસર કરે છે. અમુક અંકો વ્યક્તિ માટે શુભ હોય છે તો કોઈ વ્યક્તિ માટે અશુભ. 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો અંક 5 હોય છે. તેમજ 5 અંક પર બુધ ગ્રહનું શાસન છે.
વર્ષ 2023 અંક 5 ના જાતકો માટે સારું રહેવાનું છે. અંક સાથે વાર્ષિક અંકનો તાલમેલ આખા વર્ષ દરમિયાન તમારા ભાગ્ય માટે શુભ માનવામાં આવશે. એટલું જ નહીં વર્ષોથી અટવાયેલા કામો પણ આ વર્ષે પૂર્ણ થવાની આશા છે.
જેમનો જન્માંક 5 છે તેવા લોકો વિશે વાત કરીશું
- જે લોકોનો જન્મ 5, 14 અને 23 તારીખે થયો હોય તેમનો જન્માંક 5 હોય છે. આ દિવસે જન્મેલા લોકોમાં ખૂબ જ અભિમાન હોય છે. શો ઓફના કારણે ખર્ચો પણ વધુ કરતા હોય છે. પ્રવાસના ખૂબ જ શોખિન હોય છે.
- આ નંબરના લોકોને પોતાનું કામ કરવામાં સહેજપણ આળસ નથી આવતી પરંતુ અન્યનું કામ આવતા ખૂબ જ આળસ આવતી હોય છે. આ નંબર વાળા લોકો પણ ઘણા હોશિયાર હોય છે.
- 5 નંબરના જાતકો તકવાદી હોય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી પણ હોય છે. સાથે જ આ લોકો ખૂબ જ ઓવર કોન્ફિડન્ટ પણ હોય છે. જેના કારણે તેઓ પોતાનું નુકસાન કરે છે.
- તે જ સમયે, આ જન્માંકના જાતકો વહેમીલા પણ હોય છે. જેના કારણે અંગત સંબંધો પણ બગડે છે. આ લોકોએ પોતાની આ આદતને સુધારવી જોઈએ.
કારકિર્દી અને ક્ષેત્ર
આ વર્ષે અંક 5 ના રાશિના જાતકોને કારકિર્દીમાં સારી સફળતા મળશે. તેમજ જે લોકો આ વર્ષે ન્યાયિક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળવાની સંભાવના છે. જો તમે જમીન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ વર્ષે ખરીદી શકો છો.
લગ્ન જીવન અને પ્રેમ જીવન
વિવાહિત જીવન માટે આ વર્ષ ખૂબ જ અનુકૂળ રહેવાનું છે. જીવનસાથી વચ્ચે નિકટતા વધશે. સંતાન સુખ મળવાની સંભાવના રહેશે. તમે પાર્ટનર સાથે કોઈપણ વ્યવસાય વગેરે શરૂ કરી શકો છો. આ વર્ષે તમને દરેક કાર્યમાં સફળતા મળશે.
આરોગ્ય
અંક 5 ના લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ માર્ચની આસપાસ ગળાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત વગેરે કરો, તો જ તમે સ્વસ્થ રહી શકશો.
આ મુલાંકના લોકો કોઇ પણ કામ ખૂબ જ વિચારીને કરે છે. જેના કારણે જ તેની સફળતાના ચાન્સિસ વધી જાય છે તે ભાગ્યના ભરોસે ન બેસતા કર્મ પર ધ્યાન આપે છે. ફિજુલ ખર્ચી નથી કરતાં. જેના કારણે તે ખૂબ પૈસાની બચત કરીને ઘનવાન બને છે.
આ લોકો તેમના કામથી કામ રાખે છે. લોકો તેના વિશે શું વિચારે છે. તેનો તેને કોઇ ફરક પડતો નથી. તે મહેનત કરીને કરિયરમાં સારો મુકામ હાસિલ કરે છે. જિંદગીમાં ગમે તેટલી પરેશાની કેમ ન હોય. તે હાર નથી માનતા પરંતુ તેનો સામનો કરે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે.
Note :
किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता
Tags:
Astrology