દુનિયાના સૌથી બેસ્ટ 10 શહેર જાણો પ્રથમ નંબરે કયું શહેર છે



2019માં કોવિડ -19ની શરૂઆત પછી, મુસાફરી અને પર્યટન જેવા ક્ષેત્રોને ખૂબ અસર થઈ હતી. જેના કારણે માત્ર આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને જ નુકસાન નથી થયું પરંતુ સરકારોને પણ તેનો માર સહન કરવો પડ્યો હતો. પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. લોકો ફરીથી પ્રવાસ પર્યટન મા જવા લાગ્યા છે. આજે જાણીએ World Best Top 10 City (દુનિયાના સૌથી શાનદાર 10 શહેરો) વિશે.
દુનિયાના સૌથી બેસ્ટ 10 શહેર જાણો પ્રથમ નંબરે કયું શહેર છે
World Travel and Tourism Council (વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે) 10 દેશોના નામવાળી આ યાદી બહાર પાડી છે. આમાં 2022ના ડેટાના આધારે સૌથી લોકપ્રિય શહેરોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ એવી જગ્યાઓ છે જ્યાં પર્યટકો સારી એવી રકમ ખર્ચીને પહોંચી જાય છે. આ યાદીમાં પહેલું નામ પેરિસનું છે. ચાલો જાણીએ આ 10 શહેરની ખાસીયતો.

શા માટે સાધુ-સંન્યાસી ધારણ કરે છે સફેદ, ભગવા અને કાળા રંગના વસ્ત્રો - જાણો રહસ્ય

Paris / પેરિસ

આ યાદીમાં સૌથી પહેલું નામ પેરિસનું છે. પેરિસ ફ્રાન્સ દેશની રાજધાની છે અને ફ્રાન્સ નુ સૌથી મોટુ શહેર છે. પેરીસ મા આખી દુનિયામા મશહૂર એફીલ ટાવર આવેલો છે. લોકો આ શહેરમા ફરવા જવાનુ વધુ પસંદ કરે છે.

Beijing / બેઇજિંગ

10 શાનદાર શહેરના આ લિસ્ટમાં બીજું નામ ચીનની રાજધાની બેઇજિંગ નુ આવે છે. કોરોના વાયરસના પ્રકોપનો સામનો કરી રહેલા ચીન માટે એ પણ રાહતની વાત છે કે લોકો હજુ પણ ત્યાં ફરવા જવા માટે તૈયાર છે.

Orlando / ઓર્લેન્ડો

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલની યાદીમાં ત્રીજું નામ ફ્લોરિડાના ઓર્લેન્ડો શહેરનું છે. આ શહેરમાં ૧૨ થી પણ વધુ થીમ પાર્ક આવેલા છે. ઉપરાંત, વોલ્ટ ડિઝની વર્લ્ડ પણ આ શહેરમા આવેલી છે.

Shanghai / શાંઘાઈ

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈનું નામ સૌથી બેસ્ટ શહેરની યાદીમાં ચોથા નંબર પર છે. આ શહેરમા આવેલા ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

Las Vegas / લાસ વેગાસ

અમેરિકાના નેવાડા રાજયમા આવેલુ આ શહેર દુનિયાભરમાં તેની રંગીન સાંજ માટે પ્રખ્યાત છે. આ શહેર તેના ભવ્ય કેસીનો માટે પણ પ્રખ્યાત છે. જુગાર, ખરીદી અને ખોરાક માટે પણ આ શહેર લોકોની પસંદ રહી છે. આ શહેરને સિન સિટી તરીકે પણ ઓળખવામા આવે છે.

New York / ન્યુયોર્ક

અમેરિકાના સૌથી મોટા અને પ્રખ્યાત શહેર ન્યુયોર્કની મુલાકાત લેવાની દરેક વ્યક્તિનુ સપનુ હોય છે. ઉંચી ઉંચી ગગનચુંબી ઇમારતો અને ટાઇમ્સ સ્ક્વેર જેવી વિવિધતાથી ભરેલા આ સ્થળને જોવા માટે લોકો દૂર-દૂર ના દેશોમાથી પણ પહોંચે છે.

Tokyo / ટોક્યો

લોકો અલગ-અલગ વિવિધતાઓથી ભરેલી જાપાનની આ રાજધાની ટોકયોમા ફરવા આવે છે. એશિયાના બીજા નંબરના સૌથી મોંઘા શહેરોમાંનું ટોકિયો શહેર ગણાય છે. જે ખૂબ જ સુંદર છે.

Mexico / મેક્સિકો

મેક્સિકો ઉતર અમેરીકામા આવેલું છે. તે અમેરીકાનો પાંચમા નંબરનો સૌથી મોટો દેશ છે. જૂની સંસ્કૃતિના અવશેષો સાથે મક્કમતાથી ઉભેલા આ શહેરની વાર્તાઓ જાણવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં પહોંચે છે.

London / લંડન

લંડન શહેર જોવા જવાનું દરેકનું વ્યકતિનું સપનું હોય છે. રાજનીતિ, શિક્ષણ, મનોરંજન, મીડિયા, ફેશન અને કારીગરીનું કેન્દ્ર ગણાતું લંડન શહેર રોયલ્ટી, રાજકારણ, કલા, વિજ્ઞાન અને સ્થાપત્યના સંબંધમાં તેના ઇતિહાસ માટે પણ દુનિયાભરમા જાણીતું છે.

આ Wi-Fi રાઉટર તમને દિવાલ આરપાર જોવામાં કરશે મદદ

Guangzhou / ગુઆંગઝુ

શાનદાર શહેરની આ યાદીમાં ત્રીજું ચીની શહેર ગુઆંગઝુ છે, જેનો દરિયાઈ વારસો 2,000 વર્ષથી વધુ જૂનો છે અને તેનું વિશાળ બંદર ચીનનું મુખ્ય પરિવહન અને વેપાર કેન્દ્ર છે.

Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post